MR. SURESHBHAI LADUMOR (M.COM)
" વંદે માતરમ "
આપણે સૌ જાણીએ છીએ કે માનવીના સર્વાંગી ઘડતર માં શિક્ષણ એક અનિવાર્ય બાબત છે. પવર્તમાન સમય માં અનેક શાળા મહાશાળાઓ ઠેર ઠેર કાર્યરત છે,
આમ છતા શૈક્ષણિક ફલશ્રુતિ હાસલ કરવામાં આપનું રાજ્ય દેશ ના અન્ય રાજ્ય ની સરખામણી માં ઘણુ પાછળ છે.ત્યારે પ્રશ્ન થાય છે.આપની શૈક્ષણિક પધ્ધતિ માં કઈ કચાચ છે?
આપણે કોઈ આગવી અનોખી પધ્ધતિ દ્વારા બાળકો માં સર્વાંગી ઘડતર માટે આયોજન ન કરી શકીએ ?
આવાંજ શુભ આશયથી આપણે વેદાંત વિદ્યાપીઠ ની સ્થાપના કરી છે. બાળકો ને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે બાળકો ની આંતરીક સુષુપ્ત શક્તિઓના પ્રગતિકરણ અને તેને ખીલવવા માટે બાળક ભવિષ્ય માં દેશ નો એક આદર્શ નાગરિક બની રહે તેવી સંસ્કારયુક્ત પ્રવુતિ દ્વારા શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે.
અધતન સમય ના તથા ભાવી જીવન માં વ્યવસાયલક્ષી, અભિગમ સાથે શિક્ષણ ની વિચારધારા નું અમલીકરણ થાય જ્ઞાનરૂપી મહાસાગર માં વેદાંત વિદ્યાપીઠ પણ પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવાનો સંકલ્પ બન્ધ છે .કટી બન્ધ છે.
''જય હિન્દ ''